એપ વગર જમીન માપો: મોબાઈલથી ખેતરનું માપ, દોરીને કે ચાલીને
તમારા ફોનથી જ જમીન માપણી કરો. નકશા પર ખેતરના ખૂણા દબાવો, અથવા ખેતરની ધારે ધારે ચાલો, અને ક્ષેત્રફળ તરત જ વીઘા, ગૂંઠા, વાર, એકર કે હેક્ટરમાં મળી જાય. PDF રિપોર્ટ, ફોટો અને Google Earth ફાઇલ પણ ડાઉનલોડ થાય. કોઈ એપ નહીં, કોઈ રજિસ્ટ્રેશન નહીં, અને તમારો ડેટા તમારા ફોનમાં જ રહે.
100% ખાનગી, 100% તમારા ફોનમાં. આ પેજનું કોઈ સર્વર નથી. તમે જે દોરો, ચાલો કે ડાઉનલોડ કરો, તેમાંનું કંઈ પણ ક્યાંય મોકલાતું નથી, અમારી પાસે પણ નહીં. બધી ગણતરી અને બધી ફાઇલો (ફોટો, PDF, KML, DXF, KMZ) તમારા બ્રાઉઝરમાં જ બને છે. અને દોરેલી હદ તમારા ફોનમાં આપોઆપ સેવ થાય છે, એટલે પેજ ભૂલથી રિફ્રેશ થાય તો પણ મહેનત જતી નથી.
મોબાઈલથી જમીન માપણી: ફક્ત પાંચ સ્ટેપ
આ ટૂલ ખાસ એવી રીતે બનાવ્યું છે કે ખેતરમાં, તડકામાં, કોઈ પણ ઉંમરની વ્યક્તિ સહેલાઈથી વાપરી શકે. બટન મોટા છે, નકશો ચોખ્ખી સેટેલાઇટ ઇમેજ બતાવે છે, અને ખૂણો ખસેડો કે તરત ક્ષેત્રફળ બદલાય છે. મોબાઈલથી જમીન માપણી કરવાની આખી રીત આટલી જ છે:
- તમારું ખેતર શોધો.
"મારું લોકેશન" દબાવો એટલે નકશો સીધો તમે ઊભા છો ત્યાં આવી જશે. અથવા આંગળીથી નકશો ખસેડીને તમારા ગામ અને ખેતર સુધી ઝૂમ કરો.
- હદ દોરો.
"ખેતર દોરો" દબાવીને ખેતરના દરેક ખૂણે નકશા પર ટચ કરો. પહેલા ખૂણે ફરી ટચ કરો એટલે આકૃતિ પૂરી, અને ક્ષેત્રફળ સામે જ દેખાશે.
- ન ગણવાનું બાકાત કરો.
ખેતરની અંદર મકાન, કૂવો કે તળાવ હોય? "બાકાત ભાગ"થી તે ભાગ દોરી નાખો, ટૂલ આપોઆપ તેને કુલમાંથી બાદ કરી દેશે.
- એકમ પસંદ કરો.
વિઘો, ગૂંઠો, વાર, એકર, હેક્ટર, ચોરસ મીટર, ચોરસ ફૂટ... જે એકમમાં તમારા ઉતારા બોલે છે તે પસંદ કરો. હેક્ટર, એકર અને વીઘા તો પેનલમાં કાયમ દેખાતા જ રહે છે.
- ડાઉનલોડ કરો ને મોકલો.
"ડેટા ડાઉનલોડ" દબાવો: તારીખ અને ક્ષેત્રફળ છપાયેલો WhatsApp ફોટો, A3 PDF રિપોર્ટ, Google Earth માટે KML, AutoCAD માટે DXF, અથવા ખેતરની લોકેશન લિંક, જે જોઈએ તે.

ચાલીને જમીન માપો: તમારો ફોન જ તમારું સાધન
આ સૌથી મજાની વાત છે. ખેતરના એક ખૂણે ઊભા રહીને "ચાલીને માપો" ચાલુ કરો અને ખેતરની ધારે ધારે ચાલવા માંડો. ફોનનું GPS દર થોડા મીટરે આપોઆપ પોઇન્ટ મૂકતું જશે. જ્યાંથી નીકળ્યા હતા ત્યાં પાછા પહોંચો એટલે હદ પૂરી અને ક્ષેત્રફળ સ્ક્રીન પર હાજર. નકશા પર ક્યાં હદ છે તે શોધવાની માથાકૂટ જ નહીં. જમીન માપવાની આ સૌથી જૂની રીત છે, ચાલીને, પણ હવે સેટેલાઇટની મદદથી.
એક વાત ખુલ્લા દિલે કહીએ, કારણ કે ત્રિશુન્યા (Trishunya)માં અમે ગ્રાહકોને પણ આ જ કહીએ છીએ: ફોનનું GPS ખુલ્લા આકાશમાં સામાન્ય રીતે 3-5 મીટર સુધી સાચું હોય છે. વેચાણ પહેલાંની ચકાસણી, અંદાજ કે ઉતારાના આંકડા સાથે સરખામણી માટે આ પૂરતું છે. પણ કોર્ટ-કચેરી, હદ વિવાદ કે બાંધકામ માટે નહીં. ત્યાં સેન્ટિમીટર સુધી માપતા DGPS અને RTK સર્વે કે મોટા વિસ્તાર માટે ડ્રોન સર્વે જ સાચો રસ્તો છે. પહેલો જવાબ આ ફ્રી ટૂલ પાસેથી લો, પાકો જવાબ પ્રોફેશનલ પાસેથી.
અમારા સર્વેયરની ટિપ: સવારે કે સાંજે માપો અને ફોન શરીરથી થોડો દૂર, ખેતર તરફ રાખો. ઝાડની હાર, દીવાલ કે વીજળીના તાર પાસે GPS થોડું આઘુંપાછું થાય, ત્યાં ધીમા ચાલો.
વીઘો, ગૂંઠો, વાર: આપણા એકમો પહેલેથી અંદર
મોટા ભાગના ઓનલાઇન કેલ્ક્યુલેટર એકર-હેક્ટર પર અટકી જાય છે, જ્યારે આપણા 7/12 ઉતારા અને વાતચીત વિઘા-ગૂંઠામાં ચાલે છે. એટલે આ ટૂલમાં ગુજરાતના એકમો પહેલેથી જ છે: 1 વિઘો = 2428.08 ચોરસ મીટર અને 1 ગૂંઠો = 121 ચોરસ વાર પ્રમાણે. નીચેનું કોષ્ટક એ જ છે જે ટૂલની અંદર વપરાય છે. સાથે "પ્રિન્ટ ગ્રિડ" ચાલુ કરશો તો નકશા પર માપેલી જાળી દેખાશે, જેથી પ્રિન્ટ કાઢનારને અંતરનો અંદાજ સહેલાઈથી આવે.
| 1 એકમ એટલે → | ચો.મી. | ચો.ફૂટ | વાર | ગૂંઠો | નાનો વિઘો | વિઘો | એકર | હેક્ટર |
|---|---|---|---|---|---|---|---|---|
| વાર (yd²) | 0.836 | 9 | 1 | 0.00826 | 0.00052 | 0.00035 | 0.0000836 | 0.0000836 |
| ગૂંઠો | 101.17 | 1088.98 | 121 | 1 | 0.0625 | 0.04167 | 0.02471 | 0.010117 |
| નાનો વિઘો | 1618.72 | 17423.74 | 1936 | 16 | 1 | 0.6667 | 0.4 | 0.16187 |
| વિઘો (Bigha) | 2428.08 | 26135.61 | 2904 | 24 | 1.5 | 1 | 0.6 | 0.24281 |
| એકર | 4046.86 | 43560 | 4840 | 40 | 2.5 | 1.6667 | 1 | 0.40469 |
| હેક્ટર | 10000 | 107639 | 11959.5 | 98.84 | 6.1775 | 4.1183 | 2.47105 | 1 |
| આર (Are) | 100 | 1076.39 | 119.595 | 0.9884 | 0.0618 | 0.0412 | 0.02471 | 0.01 |
બોનસ ટૂલ: ફોટા સાચે જિયો-ટેગ છે કે નહીં? બધા ફોટાની એક KMZ બનાવો
સાઇટના 50-60 ફોટા WhatsApp પર આવે, ને પછી સવાલ થાય કે ફોટો નં. 23 ક્યાં અને ક્યારે પડ્યો હતો? નીચેના ટૂલમાં તમારા JPEG ફોટા નાખો: તે દરેક ફોટાની અંદરની EXIF માહિતી તમારા ફોન પર જ વાંચીને બતાવશે કે કયા ફોટામાં સાચું GPS લોકેશન અને સમય છે અને કયામાં નથી. પછી એક ક્લિકે બધા જિયો-ટેગ ફોટાની એક KMZ ફાઇલ બની જશે, જે Google Earthમાં ખોલતાં દરેક ફોટો પોતાની સાચી જગ્યાએ, સાચી તારીખ-સમય સાથે દેખાય. સાઇટ વિઝિટનો પુરાવો આપવાની આનાથી ચોખ્ખી રીત બીજી કોઈ નથી.
જિયો-ટેગ ચકાસણી કેમ જરૂરી? કારણ કે ફોટો ત્યારે જ પુરાવો ગણાય જ્યારે તેની જગ્યા અને સમય પર ભરોસો હોય. ફીચર જિયો-ટેગિંગના કામમાં ત્રિશુન્યાની ટીમો દરેક થાંભલા, ચેમ્બર કે ઝાડના ફોટાનું લોકેશન સર્વે કરેલી જગ્યા સાથે મેળવીને જ ચકાસે છે. ફોટો એડિટ થયો હોય, અમુક એપમાંથી ફોરવર્ડ થયો હોય કે લોકેશન બંધ રાખીને પડ્યો હોય, તો તેની અંદરનું GPS ગાયબ હોય છે, અને આ ટૂલ તે વાત સેકન્ડોમાં પકડી પાડે છે. સાઇટ સુપરવાઇઝર કોન્ટ્રાક્ટરના ફોટા ચકાસવા અને કન્સલ્ટન્ટ ક્લાયન્ટને ચોખ્ખી KMZ આપવા આનો ઉપયોગ કરે છે.


ફ્રી ટૂલ ક્યાં ચાલે, અને ક્યાં પ્રોફેશનલ સર્વે જ જોઈએ
સીધી વાત: વેચાણ-ખરીદી પહેલાં ઉતારા સાથે ક્ષેત્રફળ મેળવવું, ભાવ-અંદાજ કાઢવો, સાઇટની KML બનાવવી કે વિઝિટના ફોટા KMZમાં આપવા, આ બધા માટે આ ટૂલ ખરેખર કામનું છે. પણ કાયદેસર હદ નિશાની, જમીન સંપાદન કે બાંધકામના માપ માટે નહીં, ત્યાં થોડા મીટરનો ફેર પણ મોંઘો પડે. તેવા કામ માટે ત્રિશુન્યાની ટીમો RTK રિસીવર, ટોટલ સ્ટેશન અને ડ્રોનથી સેન્ટિમીટર સુધીની ચોકસાઈએ માપે છે, નાના પ્લોટથી માંડીને સેંકડો કિલોમીટરના જમીન સંપાદન કોરિડોર સુધી. આ ટૂલનો આંકડો કંઈ સવાલ ઊભો કરે, તો સમજી લેજો કે હવે પ્રોફેશનલ સર્વેનો સમય આવ્યો છે.

વારંવાર પુછાતા સવાલ
આ ટૂલથી જમીન માપણી કેટલી સાચી થાય?
મારા નકશા કે ફોટા ક્યાંય અપલોડ થાય છે?
વીઘા અને ગૂંઠામાં માપ મળે?
ખેતરમાં નેટવર્ક ના હોય તો ચાલે?
હવે તમારો વારો
ઉપર જાઓ, "મારું લોકેશન" દબાવો અને કંઈક માપી જુઓ: તમારું ખેતર, પ્લોટ કે સોસાયટીનું ચોગાન. કંઈ ખર્ચ નહીં, કંઈ ઇન્સ્ટોલ નહીં, કોઈને ખબર પણ નહીં. અને જો આંકડો એટલો મહત્વનો હોય કે તે ઓફિસ, કોર્ટ કે ડ્રોઇંગમાં ટકવો જોઈએ, તો ત્રિશુન્યાને એક મેસેજ કરો. અંદાજને પ્રમાણિત હકીકતમાં બદલવાનું કામ અમારું.